Sunday, June 22, 2025
More

    18 વર્ષે 18 નંબરની જર્સીવાળા વિરાટ કોહલીની RCBએ જીતી IPL ટ્રોફી: ફાઈનલ મેચમાં પંજાબ કિંગ્સને 6 રને આપી હાર

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) 18 વર્ષની રાહનો અંત લાવીને IPL 2025નો (wins IPL) ખિતાબ જીત્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં RCBએ પંજાબ કિંગ્સને (PBKS) 6 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો.

    રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ, વિરાટ કોહલીની RCBએ પહેલીવાર IPL ટ્રોફી જીતી, જેના કારણે બેંગ્લોરના ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. વિજયની આ ક્ષણોમાં, વિરાટ કોહલીની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા.

    RCBએ પહેલા બેટિંગ કરી અને 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યા. કોહલીએ 43 રનની ઉપયોગી ઇનિંગ રમી. પંજાબની બોલિંગમાં, જેમીસન અને અર્શદીપે 3-3 વિકેટ લીધી. જવાબમાં, પંજાબે સારી શરૂઆત કરી, પ્રિયાંશ આર્ય (24) અને પ્રભસિમરન સિંઘે (26) 43 રનની ભાગીદારી કરી. પરંતુ જોશ હેઝલવુડ અને કૃણાલ પંડ્યાએ નિયમિત અંતરાલે વિકેટો લઈને પંજાબને દબાણમાં મૂકી દીધું.

    શશાંક સિંહે 30 બોલમાં અણનમ 61 રન બનાવ્યા, જેમાં છ છગ્ગાનો સમાવેશ થાય છે, પરંતુ છેલ્લી ઓવરમાં તે 29 રન બનાવી શક્યો નહીં. કૃણાલ પંડ્યા મેન ઓફ ધ મેચ રહ્યો હતો.