દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના રકાસ બાદ પાર્ટીમાં નિરાશાનો માહોલ છે. એકમાત્ર આતિશી માર્લેના સિવાય પ્રથમ હરોળના તમામ નેતાઓ હારી ગયા છે, જેમાં કેજરીવાલનો પણ સમાવેશ થાય છે. આ બધા વચ્ચે પરિણામની રાત્રે સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો, જેમાં આતિશી કાર્યકર્તાઓ સાથે જીતની ઉજવણી કરતાં અને ડાન્સ કરતાં જોવા મળે છે.
આ વિડીયો પોસ્ટ કરીને આમ આદમી પાર્ટીનાં સાંસદ સ્વાતિ માલીવાલે લખ્યું, “આ કેવું બેશરમીનું પ્રદર્શન છે? પાર્ટી હારી ગઈ, તમામ મોટા નેતાઓ હારી ગયા અને આતિશી માર્લેના આવી રીતે ઉજવણી કરી રહ્યાં છે?”
ये कैसा बेशर्मी का प्रदर्शन है ? पार्टी हार गई, सब बड़े नेता हार गये और Atishi Marlena ऐसे जश्न मना रही हैं ?? pic.twitter.com/zbRvooE6FY
— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025
જે વિડીયો સામે આવ્યો છે તેમાં આતિશી કાર્યકર્તાઓ સાથે ડાન્સ કરતાં જોવા મળે છે.
નોંધવું જોઈએ કે આતિશી કાલકાજી બેઠક પરથી AAPનાં ઉમેદવાર હતાં. તેમની સામે ભાજપે પૂર્વ સાંસદ રમેશ બિધૂડીને ટિકિટ આપી હતી. આતિશીની 3521 મતોથી જીત થઈ છે.