Sunday, March 9, 2025
More

    છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને એઇમ્સમાં દાખલ કરાયા, તબિયત સ્થિર

    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એઈમ્સ હૉસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની તબિયત હાલ સ્થિર છે. 

    જગદીપ ધનખડને રાત્રે લગભગ 2 કલાકે હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમને એઈમ્સ કાર્ડિયોલોજી વિભાગના પ્રમુખ ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ક્રિટિકલ કેર યુનિટમાં (CCU) રાખવામાં આવ્યા હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. 

    હૉસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ ઉપરાષ્ટ્રપતિની સારવાર ચાલી રહી છે અને તબિયત સ્થિર છે.