ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મેરઠમાં (Meerut) એક મોટા રેસ્ટોરન્ટમાં (Restaurant) એક જ્યોતિષ પરિવારને ચિકન (Chicken) ખવડાવી દીધું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, શાકાહારી જ્યોતિષ પરિવારે (Vegetarian Family) અજાણતાથી હોટેલે પીરસેલું નોનવેજ (Nonveg) ભોજન ગ્રહણ કરી લીધું હતું. સ્વાદ થોડો અલગ લાગવાથી પરિવારે જ્યારે હોટેલમાં પૂછ્યું ત્યારે જઈને સત્ય સામે આવ્યું હતું. પરિવારે આરોપ લગાવ્યો છે કે, વેઈટર સુલતાને જાણીજોઈને તેમનો ધર્મ ભ્રષ્ટ કરવા માટે આવું કર્યું છે.
આ ઘટના મેરઠના રોમિયો લેન રેસ્ટોરન્ટમાં બનવા પામી હતી. અહીં એક હિંદુ શાકાહારી પરિવારે વિલાયતી વેજ નામની ડિશ ઓર્ડર કરી હતી. તે ડિશ શાકાહારી હતી. જોકે, વેઈટરે તેમને રોસ્ટ ચિકન પીરસી દીધું હતું. જે બાદ પરિવારે હોટેલ મેનેજમેન્ટ સાથે હોબાળો પણ કર્યો હતો. પરિવારે આરોપ લગાવ્યો હતો કે, તેમની ધાર્મિક માન્યતાઓ પર જાણીજોઈને હુમલો કરવામાં આવ્યો છે.
નોંધવા જેવું છે કે, હોટેલમાં ભોજન બનાવનાર શેફનું નામ જૈદી છે. તેણે જણાવ્યું છે કે, ‘ભૂલ’થી અન્ય ટેબલનું ભોજન જ્યોતિષી પરિવારના ટેબલ પર જતું રહ્યું હતું. આ ઘટનાને લઈને પોલીસે પણ સંજ્ઞાત લીધું હોવાનું સામે આવ્યું છે.