ગુજરાતમાં (Gujarat) હાલ 33 જિલ્લાઓ (Districts) છે, જેમાં હવે વધુ એક જિલ્લાને સામેલ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને (Vav-Tharad) નવો જિલ્લો (New District) જાહેર કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં પણ આ અંગેની મંજૂરી આપી દેવામાં આવી છે. જિલ્લાનું મુખ્ય મથક થરાદને ગણવામાં આવશે.
આ ઉપરાંત પાટણ, મહેસાણા, નવસારી, પાલડી અને વાપી સહિતની 9 પાલિકાઓને પણ મહાનગરપાલિકા જાહેર કરવા માટે સરકાર દ્વારા ઘોષણા કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો હાલ તેમાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓની સરખામણીએ થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખની એમ તાલુકાનો જિલ્લો થરાદને બનાવવાની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. જે બાદ સ્થાનિકોએ પણ અનેક વખત તે બાબતની માંગણી કરી હતી. જોકે, ત્યારબાદ સરકારના આદેશ પર કલેકટરે રિપોર્ટ તૈયાર કરીને સબમિટ કર્યો હતો અને તમામ બાબતોને ધ્યાને રાખીને વાવ-થરાદને નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.