વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું (By-election to Vav assembly seat) 13 નવેમ્બરના રોજ મતદાન પૂર્ણ થયા બાદ સૌની નજર હવે પરિણામ (Result) પર છે. શનિવારે (23 નવેમ્બર) મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભાની સાથે પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર થઈ રહ્યા છે. તે અનુક્રમે બનાસકાંઠાની વાવ વિધાનસભાની ચૂંટણીની પણ મતગણતરી હાથ ધરવામાં આવી છે.
પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેક ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી છે. સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી બાદ હવે EVMના રાઉન્ડની ગણતરી હાથ ધરવામાં આવી છે. તાજેતરના તાજા આંકડાની વાત કરવામાં આવે તો કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત કેટલાક મતોથી આગળ જોવા મળી રહ્યા છે.

ચૂંટણી પંચના આંકડા અનુસાર, હાલ 1174 મતોથી ગુલાબસિંહ રાજપૂત આગળ છે. બીજા નંબરે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર છે. હાલ ત્રણ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે. કુલ 23 રાઉન્ડની મતગણતરી થશે. જે બાદ વાવ વિધાનસભા બેઠકની સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ જશે.