Thursday, December 5, 2024
More

    આણંદના વાસદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના, કાટમાળમાં દટાયા શ્રમિકો: રાહત-બચાવકાર્ય ચાલુ

    અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના સર્જાઈ છે. આણંદના વાસદ પાસે એક ગડરનો ભાગ ધરાશાયી થતાં અમુક શ્રમિકો દટાયા હોવાની જાણકારી મળી રહી છે, જેમાં બેનાં મોત થયાની પણ આશંકા છે. 

    બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બ્રિજ માટે પથ્થરો બેસાડવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે મંગળવારે (5 નવેમ્બર) સાંજે આ ઘટના બની. 

    ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેમજ ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ તંત્ર પણ સ્થળ પર ખડેપગે છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધી બુલડોઝર-ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 

    હાલ વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.