વાપીની સેશન્સ કોર્ટે એક સગીર બાળકી સાથે દુષ્કર્મના કેસમાં એક મુસ્લિમ વૃદ્ધને આજીવન કેદની સજા ફટકારી છે. મે 2022ના આ કેસમાં તાજેતરમાં ચુકાદો આપવામાં આવ્યો.
ઘટનાની ટૂંકમાં વિગતો એવી છે કે, વાપીના ડુંગરા વિસ્તારમાં મસ્જિદની બાજુમાં એક દુકાન ચલાવતા 70 વર્ષીય અસરઅલી ખાન વિરુદ્ધ એક 11 વર્ષીય બાળકીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો.
ફરિયાદ હતી કે, પીડિતા જ્યારે તેની દુકાને સામાન લેવા માટે જતી ત્યારે તે તેને અંદર ખેંચી લેતો હતો અને શારીરિક અડપલાં કરતો હતો. એક મહિનામાં ત્રણેક વખત તેણે આવાં કૃત્ય કર્યાં હતાં. ત્યારબાદ પીડિતાએ ઘરે પરિવારને જાણ કરી દેતાં ભાંડો ફૂટી ગયો હતો.
પરિવારે ત્યારબાદ વાપી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં આરોપો સાબિત થયા અને આરોપીને દોષી ઠેરવવામાં આવ્યો.
કોર્ટે તાજેતરમાં પોક્સો એક્ટ હેઠળ અસરઅલીને ડોશી ઠેરવ્યો અને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી હતી. સાથે પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ ભોગ બનનાર બાળકીને ₹6 લાખ વળતર પેટે ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો છે.