Wednesday, March 26, 2025
More

    વાલ્મિકી સમાજ અને દલિત મહાપંચાયતે કર્યું અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પ્રદર્શન: દિલ્હીમાં AAP ચૂંટણી પ્રચાર વાનમાં તોડફોડ, કહ્યું- વચનો નથી કર્યા પૂરા

    રવિવારે વાલ્મિકી સમાજ (Valmiki Samaj) અને દલિત મહાપંચાયતના (Dalit Mahapanchayat) સભ્યોએ આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન તેઓએ દિલ્હીમાં લેડી હાર્ડિંગ હોસ્પિટલ નજીકથી પસાર થતી AAP ચૂંટણી પ્રચાર વાન પર પણ હુમલો કર્યો હતો. તોડફોડ કરવામાં આવી હતી.

    મહારાષ્ટ્ર વાલ્મિકી સમાજના પ્રમુખ આશુ પોહલે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું, “અમારા સમાજને લૂંટવામાં આવ્યો છે… અમારી બહેનો અને દીકરીઓને પૈસાના ખોટા વચનો આપવામાં આવ્યા છે. જે લોકોએ અમારા સમાજ સાથે દગો કર્યો છે તેમને અમે ટેકો આપીશું નહીં. અમે તેમનો બહિષ્કાર કરીશું. આખો દેશ જાણે છે કે તેઓ (અરવિંદ કેજરીવાલ) નકલી મુખ્યમંત્રી રહ્યા છે… અમે તેમને છોડીશું નહીં કારણ કે તેમણે અમારા દલિત સમુદાયને નુકસાન પહોંચાડ્યું છે… દિલ્હીમાં પ્રદૂષણમાં વધારો થવા પાછળનું એકમાત્ર કારણ અરવિંદ કેજરીવાલ. અને તે આમ આદમી પાર્ટીના કારણે છે.”

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગે વાલ્મિકી સમુદાયના 100 વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું વચન આપ્યું હતું, પરંતુ તેમ કરવામાં આવ્યું નથી. AAP માટે પ્રચાર સામગ્રી લઈ જતી એક વાનમાં ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.