વડોદરામાં (Vadodara) ડિજિટલ અરેસ્ટનો (Digital Arreste) અન્ય એક મામલો સામે આવ્યો છે. જે અંતર્ગત એક IT કંપનીની મેનેજર પાસેથી 10 લાખથી વધુની રકમ પડાવી હોવાનું સામે આવ્યું હતું. સાયબર પોલીસે આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
નોંધનીય છે કે પાછલા કેટલાક સમયથી લોકોને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવવાના મામલા વધી ગયા છે, જે અંગે સરકારે ચેતવણી પણ આપેલી છે, આ ઉપરાંત કોઈને ફોન કરીએ ત્યારે પણ આ અંગેની રેકોર્ડેડ ચેતવણી વાગતી હોય છે, તેમ છતાં આવા કિસ્સા બની રહ્યા છે.
જે અંતર્ગત વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી અને IT કંપનીની HR મેનેજર તરીકે ફરજ બજાવતી 43 વર્ષીય મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તથા જણાવ્યું હતું કે તેમને કોઈક અજાણ્યા નંબરથી કોલ આવ્યો અને કુરિયરના બહાને 930 MUMBAI CYBER CELL DEPARTMENT સર્ચ કરાવીને વિડીયો કોલ કરાવ્યો.
IT Manager becomes a victim of #DigitalArrest in #Vadodara #Gujarat #TV9Gujarati #TV9News pic.twitter.com/MgzuKwI69s
— Tv9 Gujarati (@tv9gujarati) February 3, 2025
તથા તેમના આધાર કાર્ડનો ઉપયોગ ડ્રગ્સ અને નાર્કોટીક્સમાં થયો હોવાનું કહીને ફોન ચાલુ રખાવ્યો હતો. આ ઉપરાંત બેંકનું સ્ટેટમેન્ટ પણ મંગાવ્યું હતું. આ સિવાય તેમને ઘરે જઈને કોલ કરવા કહ્યું, ત્યારબાદ કોલ પર જ ડેબિટ કાર્ડ બતાવો એમ કહીને ડેબિટ કાર્ડનો નંબર મેળવી લીધો.
આ સિવાય તેમની પાસે 10.97 લાખનું ટ્રાન્ઝેક્શન કરાવ્યું અને કહ્યું કે તરત જ તમારા ભરેલા રૂપિયા રિવર્ડ થઇ જશે, જોકે એમ ન તથા તેમણે 19૩૦ પર કોલ કરીને ફરિયાદ નોંધાવી તથા સાયબર ક્રાઈમ પોલીસ પાસે પણ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે આ પહેલાં પણ વડોદરામાં આવા મામલા સામે આવી ચૂક્યા છે. ડિજિટલ અરેસ્ટ એટલે શું? કેવી રીતે ગુનેગારો આ સ્કેમ કરે છે, કેવી રીતે સામાન્ય લોકો તેનો ભોગ બને છે અને તેનાથી બચવાના ઉપાયો શું છે…વગેરે વિશે જાણવા વાંચો ઑપઇન્ડિયાનો સ્પેશ્યલ રિપોર્ટ.