યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનારું ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને 1 જાન્યુઆરી, 2025થી સમાન નાગરિક સંહિતા લાગુ કરી દેવામાં આવશે. બુધવારે (18 ડિસેમ્બર) મુખ્યમંત્રી પુષ્કરસિંઘ ધામીએ (Pushkar Singh Dhami) આ જાણકારી આપી.
X પર એક પોસ્ટ કરીને સીએમ ધામીએ જણાવ્યું કે, “ઉત્તરાખંડને ન્યાયસંગત અને સમતામૂલક બનાવવાની દિશામાં ઐતિહાસિક નિર્ણય લેતાં અમે જાન્યુઆરી, 2025થી સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આજે UIIDBની બેઠકમાં અધિકારીઓને આ વિષયમાં જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા છે.
उत्तराखण्ड में जनवरी 2025 से लागू होगी समान नागरिक संहिता..
— Pushkar Singh Dhami (@pushkardhami) December 18, 2024
उत्तराखण्ड को न्यायसंगत और समतामूलक बनाने की दिशा में ऐतिहासिक कदम उठाते हुए हमने जनवरी 2025 से समान नागरिक संहिता (Uniform Civil Code) लागू करने का निर्णय लिया है। आज UIIDB की बैठक में अधिकारियों को इस विषय पर आवश्यक… pic.twitter.com/DCCMuQ4sCL
તેમણે જણાવ્યું કે, UCC લાગુ કરનારું ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બનશે, જ્યાં એક તરફ આ પગલું સામાજિક સમાનતા અને એકતાને સશક્ત કરવાની દિશામાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે તો બીજી તરફ અન્ય રાજ્યો માટે પણ પથદર્શક બનશે.
ઉલ્લેખનીય છે કે ગત ઑક્ટોબરમાં ડ્રાફ્ટ કમિટીએ UCC સંબંધિત નિયમાવલી સરકારને સોંપી હતી. બીજી તરફ, સરકાર વિધાનસભામાં UCCનું બિલ પહેલાં જ પાસ કરાવી ચૂકી છે. UCC લાગુ થયા બાદ લગ્ન, છૂટાછેડા, સંપત્તિનો ઉત્તરાધિકાર વગેરે બાબતમાં ધર્મ જોયા વગર તમામ માટે સરખા કાયદા લાગુ પડશે.