Tuesday, March 18, 2025
More

    27 જાન્યુઆરીથી ઉત્તરાખંડમાં લાગુ થશે સમાન નાગરિક સંહિતા, સીએમ ધામીનું એલાન: UCC લાગુ કરનારું પ્રથમ રાજ્ય બનશે

    ઉત્તરાખંડમાં 27 જાન્યુઆરી, 2025થી (સોમવાર) સમાન નાગરિક સંહિતા લાગુ થવા જઈ રહી છે. જેની સાથે જ UCC લાગુ કરનારું તે પ્રથમ રાજ્ય બનશે. 

    મુખ્યમંત્રી પુષ્કરસિંઘ ધામીએ રવિવારે ગણતંત્ર દિવસ પર આ અગત્યની ઘોષણા કરી. 

    તેમણે કહ્યું, “રાજ્યમાં 27 જાન્યુઆરી, 2025થી સમાન નાગરિક સંહિતા લાગુ ક્રવામાં આવશે, જેનાથી ઉત્તરાખંડ સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય બનશે, જ્યાં કાયદાઓ લાગુ થશે.”

    સીએમ ધામીએ ઉમેર્યું કે, “UCC લાગુ કરવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેમાં અધિનિયમની નિયમાવલીને મંજૂરી અને સંબંધિત અધિકારીઓને પ્રશિક્ષણ સામેલ છે. UCCથી સમાજમાં એકરૂપતા આવશે અને તમામ નાગરિકો માટે સમાન અધિકાર અને દાયિત્વ સુનિશ્ચિત થશે.”

    તેમણે કહ્યું, “સમાન નાગરિક સંહિતા વડાપ્રધાન દ્વારા દેશને વિકસિત, સંગઠિત, સમરસ અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટે કરવામાં આવી રહેલા મહાન યજ્ઞમાં આપણા રાજ્ય દ્વારા અર્પિત આહુતિ માત્ર છે.”

    “સમાન નાગરિક સંહિતા અંતર્ગત જાતિ, ધર્મ, લિંગ વગેરેના આધાર પર ભેદ કરનાર વ્યક્તિગત નાગરિક મામલાઓથી સંબંધિત તમામ કાયદાઓમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.” તેમણે અંતે ઉમેર્યું.