Thursday, June 19, 2025
More

    ઉત્તરાખંડ: ભાજપ નેતા રોહિત નેગીની હત્યા મામલે એનકાઉન્ટર બાદ મુખ્ય આરોપી અઝહર સહિત બેની ધરપકડ, બંનેને પગમાં ગોળી વાગી

    ઉત્તરાખંડના રોહિત નેગી હત્યાકાંડ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ગુરુવારે (5 જૂન) રાત્રે લગભગ 12:30 વાગ્યે સર્ચ ઑપરેશન દરમિયાન પોલીસને આરોપીઓ મુજફ્ફરનગર-મંગલૌર બોર્ડર પર મળી આવ્યા હતા. પોલીસને જોતાં જ આરોપીઓએ ગોળીબાર કર્યો. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું, જેમાં બંનેને પગમાં ગોળી વાગી હતી. 

    મામલો 3 જૂનનો છે. દહેરાદૂનના મંડુવાલા સ્થિત પીપલ ચોક પર બાઇક સવારોએ ભાજપ યુવા મોરચા નેતા રોહિત નેગીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ત્યારથી પોલીસ આરોપીઓને શોધી રહી હતી. ગુરુવારે રાત્રે આરોપીઓનો પોલીસ પીછો કરી રહી હતી ત્યારે એનકાઉન્ટર થયું. 

    આરોપીઓની ઓળખ અઝહર ત્યાગી અને સિકંદર ઉર્ફ આયુષ તરીકે થઈ છે. બંને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એકને બંને પગ અને એક હાથમાં ગોળી વાગી હતી અને બીજાને બંને પગમાં ગોળી વાગી. ગોળી વાગ્યા બાદ બંનેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર ચાલી રહી છે.