Saturday, March 1, 2025
More

    ઉત્તરાખંડના ચામોલીમાં ગ્લેશિયરમાં દબાયેલા 50 શ્રમિકોનું સફળ રેસ્ક્યુ, 4ના મોત: PM મોદી સતત સંપર્કમાં

    ઉત્તરાખંડના ચમોલીમાં માણા ગામની નજીક ગ્લેશિયર તૂટવાથી 55 શ્રમિકો બરફની નીચે દબાઈ ગયા હતા. હાલની તાજેતરની માહિતી અનુસાર,50 શ્રમિકોને રેસ્ક્યુ કરીને બહાર લવાયા હતા. અધિકારીઓ અનુસાર, શરૂઆતમાં ગ્લેશિયરમાં દબાયેલા શ્રમિકોની સંખ્યા 55 હતી, જેમાંથી 50ને બચાવી લેવાયા, પરંતુ તેમાંથી ચારના અવસાન થયા છે.

    અધિકારીએ વધુમાં કહ્યું છે કે, હજુ પણ 5 શ્રમિકો ગ્લેશિયરમાં ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ભારતીય વાયુસેનાએ રેસ્ક્યુ ઓપરેશન માટે પોતાના MI-17 V5 મીડિયમ-લિફ્ટ હેલિકોપ્ટર તહેનાત કરી દીધા છે. કારણ કે હિમસ્ખલનના કારણે રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેનાના આઇબેક્સ બ્રિગેડના 100થી વધુ સૈનિકો, ડોકટરો અને 65 અન્ય સ્ટાફ બચાવ ટીમમાં રોકાયેલા છે. સાત ફૂટ બરફ હોવાથી કામ મુશ્કેલ છે, પરંતુ પ્રયાસો વધુ તીવ્ર બનાવવામાં આવી રહ્યા છે. અકસ્માતમાં ફસાયેલા શ્રમિકો બિહાર, ઉત્તર પ્રદેશ, હિમાચલ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોના છે.

    આ દરમિયાન, PM મોદીએ ઉત્તરાખંડના CM પુષ્કર સિંઘ ધામી પાસેથી ટેલિફોન દ્વારા બચાવ કામગીરીને લઈને માહિતી મેળવી છે. બદ્રીનાથથી 3 કિમી દૂર 3,200 મીટરની ઊંચાઈએ આવેલું માણા ગામ ભારત-તિબેટ સરહદની નજીક છે.