Friday, December 6, 2024
More

    ‘જનતા વિભાજનની રાજનીતિને નકારી ચૂકી છે’: મહારાષ્ટ્ર-UPમાં પ્રચંડ જીત બાદ સીએમ યોગીએ ફરી યાદ કરાવ્યું ‘બટેંગે તો કટેંગે’

    મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિના ભવ્ય વિજય બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનતાનો આભાર માન્યો અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા. 

    તેમણે પરિણામો વિશે જાણકારી આપીને કહ્યું કે, જનતા વિભાજનની રાજનીતિને નકારી ચૂકી છે. એટલે જ અમે કહીએ છીએ કે, ‘બટેંગે તો કટેંગે..’ અને ‘એક રહેંગે તો સેફ રહેંગે.’ 

    તેમણે કહ્યું કે, દેશની જનતા-જનાર્દને દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે અને રાષ્ટ્રને સમૃદ્ધિ આપવા માટે આ જનાદેશ આપ્યો છે. 

    અન્ય એક પોસ્ટમાં તેમણે ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીને લઈને કહ્યું કે, આ જીત ડબલ એન્જિન સરકારની સુરક્ષા-સુશાસન અને જાણકલ્યાણકારી નીતિઓ અને સમર્પિત કાર્યકર્તાઓના અથાક પરિશ્રમનું ફળ છે. ઉત્તર પ્રદેશના સુશાસન અને વિકાસને મત આપનાર સન્માનિત મતદારોનો આભાર અને તમામ વિજયી ઉમેદવારોને હાર્દિક અભિનંદન. 

    આ સાથે પણ તેમણે ‘બટેંગે તો કટેંગે’ અને ‘એક હૈ તો સેફ હૈ’ના નારા લખ્યા હતા.