‘હવે આપણે અયોધ્યા જ નહીં, કાશી અને મથુરા તરફ પણ આગળ વધી રહ્યા છીએ.’- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વાત મહારાષ્ટ્રમાં એક ચૂંટણી સભા સંબોધતી વખતે કહી હતી.
સીએમ યોગીએ કહ્યું કે, “અયોધ્યામાં જ્યારે ભવ્ય મંદિરમાં પ્રભુ રામલલા બિરાજમાન થઈ રહ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વાત કહી હતી કે આ તો શરૂઆત છે. માત્ર અયોધ્યા જ નહીં, હવે તો આપણે કાશી અને મથુરા તરફ પણ આગળ વધી રહ્યા છીએ.”
बंटिए मत! क्योंकि जब भी बंटे थे तो कटे थे…
— Yogi Adityanath (@myogiadityanath) November 6, 2024
एक हैं तो नेक हैं, एक हैं तो सेफ हैं… pic.twitter.com/X57lAUPGEm
આગળ તેમણે છત્રપતિ શિવાજી મહારાજનો ઉલ્લેખ કરીને કહ્યું કે, “તેમણે આપણે સૌને એક કર્યા હતા. તમામ ભારતવાસીને પોતાની સાથે જોડીને સેનાનો હિસ્સો બનાવ્યા હતા. શિવાજી મહારાજે જે એકતાનું પ્રદર્શન કરીને હિંદવી સામ્રાજ્યની રચના કરી હતી, તેમની જ પ્રેરણાથી હું વારંવાર તમને કહું છું કે વહેંચાઓ નહીં.”
‘બટેંગે તો કટેંગે’નો નારો બોલાવીને તેમણે કહ્યું કે, આપણે એક છીએ તો નેક છીએ. આપણે વહેંચાવાનું નથી, એક રહેવાનું છે.