Sunday, June 22, 2025
More

    ‘PM મોદી ભારતના અત્યારસુધીના સૌથી વધુ પ્રભાવશાળી રાજનેતા’: વોશિંગ્ટન DCમાં ઇન્ડિયા કોકસ ચીફનું મહત્વપૂર્ણ નિવેદન, કહ્યું- મોહનદાસ ગાંધી બાદ પહેલા આટલા પ્રભાવી વ્યક્તિ

    વોશિંગ્ટનમાં યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં (US-India Strategic Partnership Forum) એક વાર્તાલાપ દરમિયાન બોલતા ઇન્ડિયા કોકસ ચીફ રિચ મેકકોર્મિકે (India Focus Chief Rich McCormick) PM મોદી (PM Narendra Modi) વિષે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે PM મોદીને અત્યારસુધીના સૌથી પ્રભાવશાળી રાજનેતા અને મોહનદાસ ગાંધી પછીના સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિ ગણાવ્યા હતા.

    રિચ મેકકોર્મિકે કહ્યું હતું કે, “વડાપ્રધાન મોદી ભારતના સૌથી પ્રભાવશાળી રાજકારણી છે, કદાચ (મોહનદાસ) ગાંધી પછી ભારતના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ છે. તેઓ નમ્ર છે. જે લોકો તેમને વડાપ્રધાન બન્યા તે પહેલાં જાણતા હતા, જ્યારે તેઓ તેમને મળવા આવતા, ત્યારે તેઓ તેમના વિષે વાત કરતા કે કેવી રીતે તે જમીન પર સૂતા અને ફર્શ પર રહેતા હતા…. તેઓ સામાન્ય લોકો સાથે જોડાયેલા માણસ છે તેમાં કોઈ શંકા નથી.”

    તેમણે આગળ કહ્યું કે, “પીએમ મોદી એક એવા વ્યક્તિ તરીકે દેખાય છે જે આક્રમક અને લગભગ રાષ્ટ્રવાદી છે, પરંતુ ચોક્કસપણે તેમને વિશ્વની સારી સમજ પણ છે. તેઓ જાણે છે કે અર્થતંત્રનો વિકાસ કેવી રીતે કરવો. તેઓ સાચા માર્ગ પર છે. મૂડીવાદી માનસિકતામાં તે કેટલાક અંશે અમારા કરતા વધુ અમેરિકન છે.”