Wednesday, May 14, 2025
More

    અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ પહોંચ્યા દિલ્હી, લીધી અક્ષરધામ મંદિરની મુલાકાત: બાળકો જોવા મળ્યા ભારતીય પહેરવેશમાં

    અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ (JD Vance India Visit) તેમના પરિવાર સાથે ભારતની ચાર દિવસીય મુલાકાતે 21 એપ્રિલની સવારે દિલ્હી પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમણે દિલ્હીના પ્રખ્યાત અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narenrda Modi) સાથે મહત્વની બેઠક યોજશે. ખાસ વાત એ છે કે જેડી વેન્સના બાળકો ભારતીય પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

    જેડી વેન્સ 21 એપ્રિલની સવારે દિલ્હી પહોંચ્યા જ્યાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમનું સ્વાગત કર્યું હતું. તેમનો આ પ્રવાસ ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી મહત્વનો માનવામાં આવે છે. તેમણે પરિવાર સાથે દિલ્હીમાં અક્ષરધામ મંદિરના (Akshardham temple) દર્શન પણ કર્યા હતા. આ ઉપરાંત, તેમના પ્રવાસમાં જયપુર અને આગ્રાની મુલાકાતનો પણ સમાવેશ થાય છે, જ્યાં તેઓ ભારતની સાંસ્કૃતિક વિરાસતનો અનુભવ કરશે.

    આ સિવાય વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને ખાસ રાત્રિભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. . જેડી વેન્સની આ મુલાકાત બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવામાં મદદ કરશે.

    જેડી વેન્સના બાળકો દિલ્હી પહોંચતા જ ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા, જે ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના તેમના આદરનું પ્રતીક માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં તેમના બાળકો કુર્તા-પાયજામા અને અન્ય પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા, જેની લોકોએ પ્રશંસા કરી છે.