અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી (US Presidential Election) માટે મતદાન યોજાઈ રહ્યું છે. બીજી તરફ પરિણામો (Results) પણ આવવા માંડ્યાં છે. શરૂઆતનાં પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પ જંગી લીડ મેળવતા જણાય રહ્યા છે. જ્યારે ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ હાલ ઘણા પાછળ છે.
સવારે 9 વાગ્યાની સ્થિતિએ ડોનાલ્ડ ટ્રમ્પ 198 ઇલેક્ટોરલ વૉટ સાથે આગળ છે. જ્યારે કમલા હેરિસને 112 પર લીડ મળી છે. બહુમત માટે 270નો આંકડો જરૂરી છે. હાલ ડોનાલ્ડ ટ્રમ્પ આ આંકડાની નજીક જોવા મળી રહ્યા છે.
હાલ મોટાભાગનાં રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે તો અમુક રાજ્યોમાં હજુ ચાલુ છે. જ્યાંનાં પરિણામો આવવામાં હજુ થોડો સમય લાગશે. કેલિફોર્નિયા, નેવાદા, વૉશિંગ્ટન વગેરે રાજ્યોમાં હજુ મતદાન ચાલી રહ્યું છે.
ઓહિયો, કેન્ટકી, ટેક્સાસ, સાઉથ કેરોલિના, ફ્લોરિડા વગેરે રાજ્યોમાં ટ્રમ્પ આગળ છે, જ્યારે ન્યૂ મેક્સિકો, ન્યૂ યોર્ક, કોલોરાડો વગેરેમાં કમલા હૅરિસને લીડ મળી છે.
અમેરિકાની ચૂંટણીમાં જીતનો આધાર 7 રાજ્યો પર રહે છે, જેને સ્વિંગ સ્ટેટ્સ પણ કહે છે. જેમાંથી 6નાં પરિણામો આવવા માંડ્યાં છે અને તેમાંથી 4 પર ટ્રમ્પ આગળ છે. 2 પર કમલા હૅરિસ આગળ છે.