Friday, February 28, 2025
More

    ’30 દિવસમાં દૂર કરો તમામ ટ્રાન્સજેન્ડર સૈનિકો’: ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા યુએસ સેનાને આદેશ

    ટ્રમ્પ વહીવટીતંત્ર (Trump Administration) દ્વારા US મિલિટરીને ટ્રાન્સજેન્ડર સભ્યોને (US Military Transgender troops) કેવી રીતે શોધવા અને ઓળખવા તે નક્કી કરવા માટે 30 દિવસનો સમય અપાયો છે, જેથી તેમને સેનામાંથી દૂર કરી શકાય.

    ગુરુવારે જારી કરાયેલા એક મેમોમાં સંરક્ષણ વિભાગના અધિકારીઓને જેન્ડર ડિસફોરિયાથી પીડિત અથવા સારવાર મેળવતા કર્મચારીઓની ઓળખ કરવા માટે 26 માર્ચ સુધીમાં પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. એકવાર ઓળખ થઈ ગયા પછી, સેના પાસે તેમને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવા માટે એક મહિનાનો સમય હશે.

    આ આદેશ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના કાર્યકાળની શરૂઆતમાં હસ્તાક્ષર કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરને અનુસરે છે જેમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને લશ્કરમાં સેવા આપવા પર પ્રતિબંધ મૂકવા તરફ પગલાં લેવામાં આવ્યા હતા. આ આદેશને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

    એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ ગુરુવારે (27 ફેબ્રુઆરી, 2025) જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે હાલમાં સક્રિય ફરજ પર, નેશનલ ગાર્ડ અને રિઝર્વમાં, જેન્ડર ડિસફોરિયા ધરાવતા લગભગ 4,200 સૈનિકો છે.