અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તુલસી ગબાર્ડ રાયસીના ડાયલોગમાં ભાગ લેવા માટે હાલ ભારત આવ્યા છે. તેમણે બાંગ્લાદેશની હાલની સ્થિતિને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર વરસી રહેલી મઝહબી કટ્ટરતાની પણ તેમણે ટીકા કરી છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓનું ઉત્પીડન અને તેમની હત્યા અને દેશમાં ઇસ્લામી આતંકીઓનું જોખમ ઇસ્લામી ખલીફા સાથે શાસન કરવાની વિચારધારામાં ડૂબેલું છે.
તેમણે વધુમાં કહ્યું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઇસ્લામી આતંકવાદને હરાવવા માટે પ્રતિબદ્ધ છે. હિંદુઓ, બૌદ્ધો, ખ્રિસ્તીઓ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ લાંબા સમયથી દુર્ભાગ્યપૂર્ણ ઉત્પીડન, હત્યા અને દુર્વ્યવહાર અમેરિકી સરકાર અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પ્રશાસનમાટે એક ચિંતાનો વિષય છે.”
તેમણે ઉમેર્યું કે, :વૈશ્વિક સ્તર પર કટ્ટરપંથી તત્વ અને આતંકવાદી સમૂહ કાર્ય કરે છે. ઇસ્લામી આતંકવાદીઓનું જોખમ અને વિભિન્ન આતંકવાદી સમૂહોના વૈશ્વિક પ્રયાસ એક જ વિચારધારા અને હેતુ માટે છે. તે એક ઇસ્લામી ખિલાફતના આધાર પર શાસન કરવા માંગે છે.”