Sunday, June 22, 2025
More

    ‘જો લેક્ચર છોડ્યા કે ભણવાનું છોડ્યું, તો રદ કરી દઈશું વિઝા’: ભારતમાં અમેરિકન એમ્બેસીની જાહેરાત, સ્ટુડન્ટ વિઝા પર યુએસ જતા વિદ્યાર્થીઓને ચેતવણી

    ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) શપથગ્રહણ કર્યા બાદથી જ મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યા છે. તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે અને ઇમિગ્રેશનમાં ઘટાડો કરી રહ્યું છે. હવે તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર ભારતમાં યુએસ એમ્બેસીએ સ્ટુડન્ટ વિઝા (Student Visa) અંગે એક સલાહ જારી કરી છે.

    X પરની એક પોસ્ટમાં, યુએસ એમ્બેસીએ લખ્યું હતું કે, “જો તમે તમારી સંસ્થાને જાણ કર્યા વિના અભ્યાસ છોડી દો છો, ક્લાસીસ છોડી દો છો અથવા અભ્યાસનો કાર્યક્રમ છોડી દો છો, તો તમારા સ્ટુડન્ટ વિઝા રદ્દ થઈ શકે છે અને તમે ભવિષ્યના યુએસ વિઝા માટે પાત્રતા ગુમાવી શકો છો.”

    તેમાં ચેતવણી આપવામાં હતી કે, “કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ટાળવા માટે હંમેશા તમારા વિઝાની શરતોનું પાલન કરો અને તમારા વિદ્યાર્થી તરીકેના દરજ્જાને જાળવી રાખો.”

    નોંધનીય છે કે આ બધું વિઝાના દુરુપયોગને રોકવા અથવા ઘટાડવા માટે કરવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે. અમેરિકી વહીવટીતંત્રને લાગે છે લોકો તેમના વિઝાનો દુરુપયોગ કરે છે અને વિદ્યાર્થી અથવા મુલાકાતી વિઝા પર અમેરિકામાં પ્રવેશ મેળવીને ત્યાં ભણવાની જગ્યાએ નોકરી કરતા હોય છે. આ બધી બાબતોને ટાળવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.