Tuesday, February 4, 2025
More

    અમેરિકામાં ગેરકાયદે પ્રવેશનારાઓનો દેશનિકાલ શરૂ: 205 ભારતીયોને પરત મોકલવા મિલેટ્રી પ્લેન રવાના

    અમેરિકામાં (America) માન્ય દસ્તાવેજો વિના પ્રવેશતા ભારતીયો (Indian Immigrants) વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અમેરિકાના મિલેટ્રી પ્લેનમાં (Military Plane) 205 ઘુસણખોરોને ભારત પરત મોકલવામાં આવી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

    નોંધનીય છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સત્તામાં આવતાની સાથે જ તેમણે લીધેલા કડક નિર્ણયનોનું પાલન પણ શરૂ કરાવી દીધું છે. જેના માટે તેમણે અમેરિકન સેન્યની મદદ લીધી છે. અહેવાલ અનુસાર અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું છે કે એક C-17 વિમાન સ્થળાંતર કરનારાઓને લઈને રવાના થઈ ગયું છે, જે 24 કલાક પછી ભારતમાં પ્રવેશે એવી સંભાવનાઓ છે.

    ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસ-મેક્સિકો સરહદ પર વધારાના સૈનિકો મોકલ્યા છે, લશ્કરી વિમાનનો ઉપયોગ કરીને સ્થળાંતર કરનારાઓનો દેશનિકાલ કર્યો છે અને તેમને રાખવા માટે સૈન્ય અડ્ડાઓ પણ ઉભા કર્યા છે. આ પહેલાં ગેરકાયદે સ્થળાંતર કરનારા લોકોને ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસમાં પરત મોકલી દેવામાં આવ્યા છે.

    અહેવાલ અનુસાર અમેરિકામાં 18,000થી વધુ ભારતીયો ગેરકાયદેસર રીતે રહે છે. આવા ભારતીયોના વિઝા કાં તો સમાપ્ત થઈ ગયા છે અથવા તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં જ, 538 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી હતી અને તેમનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો.