ડોનાલ્ડ ટ્રમ્પની ડિપોર્ટેશન પોલિસીના ભાગરૂપે ભારતમાં પણ એક ફ્લાઇટ મારફતે યુએસમાં રહેતા કેટલાક ગેરકાયદેસર નાગરિકોને પરત મોકલી દેવામાં આવ્યા હતા. હવે આ મુદ્દાને વિપક્ષ આગળ કરીને રાજકારણ કરવા માંડ્યો છે.
ગુરુવારે (6 ફેબ્રુઆરી) વિપક્ષી સાંસદોએ સંસદ ભવનની બહાર પ્રદર્શન કર્યું અને આ દરમિયાન અમુક હાથમાં હાથકડી પહેરીને ઉભેલા જોવા મળ્યા. વાસ્તવમાં અમેરિકાથી ફ્લાઈટમાં આવેલા અમુક લોકોનો દાવો છે કે તેમને હાથકડી પહેરાવીને લાવવામાં આવ્યા હતા.

વિપક્ષી સાંસદો આને રાજકીય મુદ્દો બનાવીને ચર્ચાની માંગ કરી રહ્યા છે અને માહોલ એવો બનાવવામાં આવી રહ્યો છે કે યુએસએ ભારતીય નાગરિકો સાથે દુર્વ્યવહાર કર્યો અને સરકાર કાર્યવાહી કરે.
બીજી તરફ, વિદેશ મંત્રી એસ જયશંકર આ મુદ્દે સંસદ ભવનમાં જવાબ આપશે. 2 વાગ્યે તેઓ પહેલાં રાજ્યસભામાં અને ત્યારબાદ 3 વાગ્યે લોકસભામાં આ મુદ્દે જવાબ આપશે તેમ જણાવવામાં આવી રહ્યું છે.
4 કલાકે પીએમ મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચા પર સંબોધન કરશે. શક્ય છે કે તેઓ પણ કશુંક બોલે.