યુએસ સુપ્રીમ કોર્ટે ગુરુવારે 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના (26/11 Mumbai Attack) આરોપી તહવ્વુર રાણાની (Terrorist Tahawwur Rana) ભારત પ્રત્યાર્પણ (extradition to India) સામેની અરજી ફગાવી (Plea rejected)દીધી હતી. થોડા દિવસો પહેલા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત દરમિયાન આ પ્રક્રિયાને મંજૂરી આપી હતી.
US Supreme Court rejects 26/11 Mumbai attack accused Tahawwur Rana's plea to stay extradition to India
— ANI Digital (@ani_digital) March 7, 2025
Read @ANI Story | https://t.co/fJ6TqsLGlY#TahawwurRana #India #US pic.twitter.com/gyBfDhYXd4
64 વર્ષીય રાણા, જે લશ્કર-એ-તૈયબાના (LeT) આતંકવાદી ડેવિડ હેડલી (David Headley) સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે, તે હાલમાં લોસ એન્જલસ જેલમાં બંધ છે. તેણે યુનાઇટેડ સ્ટેટ્સના સુપ્રીમ કોર્ટના એસોસિયેટ જસ્ટિસ અને નવમા સર્કિટના સર્કિટ જસ્ટિસ સમક્ષ ‘ઇમરજન્સી સ્ટે અરજી’ દાખલ કરી હતી. પોતાની અરજીમાં તેણે કહ્યું હતું કે ભારતમાં તેને ટોર્ચર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર 6 માર્ચ, 2025 ના રોજની એક નોંધમાં જણાવાયું છે કે, “અરજી… જજ કાગન દ્વારા નકારી કાઢવામાં આવી.” આ અરજી યુનાઇટેડ સ્ટેટ્સના સુપ્રીમ કોર્ટના એસોસિયેટ જસ્ટિસ એલેના કાગનને સોંપવામાં આવી હતી.
રાણાની અરજી ફગાવી દેવામાં આવે તે પહેલાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમના વહીવટીતંત્રે 26/11ના હુમલામાં ભૂમિકા માટે ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા વોન્ટેડ ‘ખૂબ જ ખરાબ’ આતંકવાદી આરોપીના પ્રત્યાર્પણને ‘ભારતમાં ન્યાયનો સામનો કરવા’ મંજૂરી આપી છે.