Tuesday, April 22, 2025
More

    હમાસના ભૂતપૂર્વ સલાહકારના ભારતીય જમાઈ બદર ખાન દેશનિકાલ નહીં કરી શકે અમેરિકા: US કોર્ટે લગાવી રોક

    ભારતીય વિદ્યાર્થી બદર ખાન સૂરીને (Badar Khan Suri) અમેરિકાથી દેશનિકાલ (Deportation) કરવા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરુવાર, 20 માર્ચ 2025ના રોજ, ન્યાયાધીશ પેટ્રિશિયા ટોલિવરે આદેશ આપ્યો કે જ્યાં સુધી કોર્ટ કહે નહીં ત્યાં સુધી બદરને દેશમાંથી દેશનિકાલ કરી શકાશે નહીં. ટ્રમ્પ વહીવટીતંત્રે તેનો વિઝા રદ કર્યો અને સોમવારે (17 માર્ચ, 2025) વર્જિનિયાથી તેની ધરપકડ કરી હતી. આરોપ છે કે બદર સોશિયલ મીડિયા પર હમાસનો પ્રચાર (spreading Hamas propaganda) કરતો હતો.

    બદર ખાન સૂરીએ દિલ્હીના જામિયા મિલિયા ઇસ્લામિયામાં અભ્યાસ કર્યો અને દિલ્હીમાં જ પેલેસ્ટિનિયન મૂળની અમેરિકામાં જન્મેલી મહિલા માફીજે સાલેહ સાથે લગ્ન કર્યા. માફીઝ સાલેહના પિતા અહેમદ યુસુફ ગાઝાના આતંકવાદી સંગઠન હમાસના સલાહકાર રહી ચૂક્યા છે. અહેમદ યુસુફ સાથેના સંબંધોને કારણે બદર ખાન સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, અહેમદ યુસુફે સ્પષ્ટતા કરી છે કે તેમણે એક દાયકા પહેલા હમાસ છોડી દીધું હતું.

    બદર ખાન સૂરી હાલમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં સંશોધક છે. તેના વકીલ હસન અહેમદે કહ્યું, “આ વાણી સ્વાતંત્ર્ય પર હુમલો છે. બદર ફક્ત એક વિદ્વાન છે.” બદર અને માફિજેને 5થી 9 વર્ષની વચ્ચેની વયના 3 બાળકો છે.