Saturday, April 19, 2025
More

    ‘અમેરિકા સ્થિતિ પર રાખી રહ્યું છે નજર’- US સ્ટેટ ડિપાર્ટમેન્ટ: યુનુસ સરકારના શાસનમાં બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલાઓની કરી નિંદા

    અમેરિકાએ કહ્યું છે કે તે બાંગ્લાદેશમાં (Bangladesh) લઘુમતીઓ સામેની હિંસા અંગેની પરિસ્થિતિ પર સક્રિયપણે નજર રાખી રહ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના (US Department of State) પ્રવક્તા ટેમી બ્રુસે બુધવારે (19 માર્ચ) પોતાના પ્રેસ બ્રીફિંગ દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવતી હિંસાની (violence against minorities) નિંદા કરી હતી.

    “અમે કોઈપણ દેશમાં લઘુમતી સમુદાયોના સભ્યો પ્રત્યે હિંસા અથવા અસહિષ્ણુતાની કોઈપણ ઘટનાની નિંદા કરીએ છીએ. અમે બધું જ જોઈ રહ્યા છીએ.” બ્રુસે કહ્યું.

    યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ (NIA) ડિરેક્ટર તુલસી ગબાર્ડે (Tulsi Gabbard) તાજેતરમાં બાંગ્લાદેશ, ઇસ્લામિક ઉગ્રવાદના વધતા ખતરા અને ઇસ્લામિક ખિલાફત સ્થાપિત કરવાના પ્રયાસો વિશે ચેતવણી આપી હતી.

    જોકે, બાંગ્લાદેશની વચગાળાની સરકારે “ઇસ્લામિક ખિલાફત” અંગે તુલસી ગબાર્ડની ટિપ્પણી પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે, અને કહ્યું છે કે તેમની ટિપ્પણીઓ “ભ્રામક અને નુકશાનકારક” છે.