Tuesday, April 22, 2025
More

    ‘અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા આયોગ પોતે એક ચિંતાનો વિષય’: ભારતે RAW મામલે US કમિશન પેનલના રિપોર્ટને ફગાવ્યો

    ભારતે અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા આયોગનો (USCIRF) રિપોર્ટ ફગાવી દીધો છે. સાથે એવું પણ કહ્યું છે કે, ‘આ આયોગને પોતે એક ચિંતાનો વિષય ઘોષિત કરવામાં આવવો જોઈએ.’ રિપોર્ટમાં ભારતની ગુપ્તચર એજન્સી રૉ (RAW) પર હત્યાનું કાવતરામાં કથિત ભૂમિકાને લઈને પ્રતિબંધિત કરવાની ભલામણ કરવામાં આવી હતી.

    વિદેશ મંત્રાલયે સખત શબ્દોમાં નિવેદન જારી કરીને કહ્યું છે કે, લોકતંત્ર અને સહિષ્ણુના પ્રતિક તરીકે ભારતની છબીને નબળી પાડવાના પ્રયાસો સફળ નહીં થવા દઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, USCIRFના નવો રિપોર્ટ ‘પક્ષપાતી અને રાજકારણથી પ્રેરિત આકલન’ જારી કરવાના પોતાના પેટર્નને રજૂ કરનારો છે.

    વિદેશ મંત્રાલયના રિપોર્ટમાં કહેવાયું છે કે, USCIRF દ્વારા અલગ-અલગ ઘટનાઓને ખોટી રીતે પ્રસૂત કરવા અને ભારતની વાઇબ્રેન્ટ મલ્ટીકલ્ચરલ સોસાયટી પર શંકા વ્યક્ત કરવાના સતત પ્રયાસ ધાર્મિક સ્વતંત્રતા માટે વાસ્તવિક ચિંતાની જગ્યાએ એક જાણીજોઇને કરવામાં આવેલા એજન્ડાને દર્શાવે છે. વધુમાં કહેવાયું કે, ખરેખર તો USCIRFને જ ‘ચિંતાનો વિષય’ ગણવામાં આવવું જોઈએ.