ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો (Uttar Pradesh Assembly) પર હાલ પેટાચૂંટણીનું (By-Election) મતદાન ચાલી રહ્યું છે. બુધવારે (20 નવેમ્બર) સવારે શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા આસપાસ પૂર્ણ કરવામાં આવશે. પરંતુ તે પહેલાં જ યુપીના મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) મતદાન દરમિયાન ભારે હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે.
મુઝફ્ફરનગરમાં મીરાપુર વિધાનસભા બેઠક પર થઈ રહેલા પેટાચૂંટણીના મતદાન દરમિયાન ભારે હોબાળો થવા પામ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, અહીં ઉત્પાતી ટોળાંએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જે બાદ યુપી પોલીસ પણ એક્શનમાં જોવા મળી હતી.
હાલ મુઝફ્ફરનગરમાં ભારે પોલીસ ફોર્સ સાથે SSP પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસ અધિકારીઓને સ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.