ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) શનિવારે (7 ડિસેમ્બર) વારાણસીના સ્વર્વેદ મહામંદિર ધામમાં આયોજિત ‘વિહંગમ યોગ સંત-સમાજ’ના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. દરમિયાન તેમણે સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “દરેક કામ દેશને નામ હોવું જોઈએ.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “જો આપણો દેશ સુરક્ષિત છે, તો આપણો ધર્મ પણ સુરક્ષિત રહેશે અને જો આપણો ધર્મ સુરક્ષિત છે, તો જ આપણે પણ સુરક્ષિત રહીશું. આ દેશ ગુલામીની સાંકળમાં બંધાયેલો હતો. તેને મુક્ત કરાવવા માટે પોતાની આધ્યાત્મિક સાધનની સાથે-સાથે સદગુરુ સદાફલ મહારાજે સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લીધો હતો.”
આગામી પ્રયાગરાજ મહાકુંભનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, “એક કુંભ અહીં છે, જ્યારે બીજો મહાકુંભ 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ વર્ષ આપણાં માટે મહત્વપૂર્ણ છે.”