Sunday, March 16, 2025
More

    ’10 દિવસમાં રાજીનામું આપો, નહીં તો..’ CM યોગી આદિત્યનાથને મળી હત્યાની ધમકી

    ઉત્તર પ્રદેશને (Uttar Pradesh) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને (CM Yogi Adityanath) હત્યાની ધમકી (Threat of Murder) મળી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં CM યોગીને જાનથી મારી નાખવાનો ધમકીભર્યો મેસેજ આપવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ ડીપાર્ટમેન્ટમાં અજ્ઞાત વ્યક્તિએ ફોન કરીને ધમકી આપી છે.

    ફોન પર વાત કરી રહેલા એક શખ્સે ધમકી આપતા કહ્યું છે કે, 10 દિવસમાં જો CM યોગી આદિત્યનાથે રાજીનામું ન આપ્યું તો તેમનો હાલ પણ બાબા સિદ્દિકી જેવો કરી દઈશું. શનિવારે (2 નવેમ્બર) સાંજે મળેલી આ ધમકી બાદ મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને આ અંગેની તપાસ હાથ ધરી છે.

    હાલ પોલીસ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી રહી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ધમકી આપનાર અજાણ્યા શખ્સને શોધવા માટે પણ પોલીસે તૈયારી આદરી દીધી છે.