ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તીર્થરાજ પ્રયાગરાજમાં આયોજિત મહાપર્વ મહાકુંભમાં સંબોધન કરતા સનાતનને લઈને મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, “ભારતમાં એકતાની જરૂર છે. જો ભારત પર સંકટ આવ્યું, તો તેનો સીધો અર્થ એ થયો કે સનાતન સંસ્કૃતિ પર સંકટ આવ્યું. જો એવું કોઈ સંકટ આવી ગયું તો સનાતન સાથે સંકળાયેલા એક પણ સંપ્રદાય સુરક્ષિત નહીં રહે.”
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભમાં વિશાળ જનમેદની સંબોધતાં કહ્યું કે, “ભારતની સનાતન સંસ્કૃતિ વિશ્વમાં તલવારના દમથી નથી પહોંચી, પરંતુ પોતાના સદભાવના ઉપદેશથી પહોંચી છે. જેટલો સકારાત્મક માહોલ છે, એટલા જ પડકારો પણ છે. યાદ રાખવું જોઈએ કે, કોઈ પણ ધર્મમાં 2 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે, સનાતન ધર્મ એક વટવૃક્ષ છે, તેની તુલના અન્ય કોઈ ઝાડ સાથે ન થઈ શકે.”
તેમણે આગળ જણાવ્યું કે, વિશ્વમાં અન્ય સંપ્રદાયની ઉપાસના વિધિ થઈ શકે, પરંતુ ધર્મ માત્ર એક જ છે અને તે છે સનાતન, આ જ માનવ ધર્મ છે. કુંભથી એકતાનો સંદેશ આપવો છે. તેમણે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહે છે કે કુંભનો એક માત્ર સંદેશ એ જ છે કે, દેશ અખંડ રહે અને એક રહે. ભારત સુરક્ષિત રહેશે તો દરેક ધર્મ અને સંપ્રદાય સુરક્ષિત રહેશે. જો ભારત પર સંકટ આવ્યું તો તે સંકટ સનાતન ધર્મ પર હશે.”
यह ताकत है सनातन धर्म की और यही ताकत है हमारे पूज्य संतों की…
— Yogi Adityanath (@myogiadityanath) January 25, 2025
यहां कोई जाति, कोई पंथ व संप्रदाय और नाम नहीं पूछता है… pic.twitter.com/KEojOQk4Ae
તેમણે વધુમાં કહ્યું કે, “જો સનાતન પર સંકટ આવ્યું, તો તે સનાતન સાથે સંકળાયેલા તમામ સંપ્રદાયો પરનું સંકટ હશે, આથી જો ભારત પર સંકટ આવે તો દેશનો એક પણ સંપ્રદાય પોતાને સુરક્ષિત ન સમજે. સંકટની સ્થિતિ ન આવે, એકતાનો સંદેશ જરૂરી છે.” તેમણે જણાવ્યું હતું કે, પાછલા દસ દિવસમાં મહાકુંભના ત્રિવેણીના પવન સંગમમાં દસ કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે. આગામી 35 દિવસમાં આ સંખ્યા 45 કરોડે પહોંચશે.
તેમણે કહ્યું, “વિશ્વમાં કેટલા દેશ છે, જે અસ્થાયી શહેરમાં 45 કરોડ લોકોને આમંત્રિત કરીને તેમને જોડવાનો સંદેશ આપતા હોય? આ વિશ્વમાં કયો એવો દેશ છે, જ્યાં એક સાથે લાખો ભૂખ્યોને ભોજન મળે છે. તમે કોઈ પણ અખાડામાં જાઓ, શિબિરમાં જાઓ ત્યાં તમને ભોજન અને આશીર્વાદ બંને મળશે. આ માત્ર સનાતન ધર્મ જ કરી શકે.”
તેમણે આગળ જણાવ્યું કે, “તમે જઈને જુઓ… મહાકુંભમાં લાખો-કરોડો લોકો આવી રહ્યા છે, તેમને કોઈ જ ચિંતા નથી. ક્યાં રહીશું, ક્યાં ઊંઘીશું, ક્યાં જમીશું… તેમને કોઈ જ ચિંતા નથી. બસ બેગ ઉઠાવીને કુંભમાં આવી ગયા નિશ્ચિંત થઈને. આ તાકાત છે સનાતન અને તેના સંતોની. કોઈની જાતિ, પંથ-સંપ્રદાય અને નામ નથી પૂછવામાં આવી રહ્યાં. અનેક દેશોના પ્રતિનિધિઓ આવી રહ્યા છે. ધાર્મિકતા અને સંસ્કૃતિ એક સાથે ચાલી રહ્યાં છે. આ જોઈને અભિભૂત થઈ જવાય છે.”