Monday, January 27, 2025
More

    ‘સંભલમાં આટલું પ્રાચીન મંદિર શું રાતોરાત બની ગયું?’: બોલ્યા સીએમ યોગી, પૂછ્યું- 46 વર્ષ પહેલાં જેમણે સંભલમાં નરસંહાર કર્યો હતો, તેમને સજા કેમ ન મળી? 

    ઉત્તર પ્રદેશના સંભલના (Sambhal) મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી પ્રાચીન મંદિર મળી આવ્યા બાદ હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) આ મુદ્દે નિવેદન આપ્યું છે. મંદિરો ધ્વસ્ત થયાં હોવાનું નકારનારાઓને તેમણે પ્રશ્ન કર્યો કે, શું આ મંદિર રાતોરાત ત્યાં બની ગયું? કે પ્રશાસન મૂર્તિ મૂકવા ગયું? 

    એક કાર્યક્રમમાં બોલતી વખતે સીએમ યોગીએ કહ્યું કે, “સંભલમાં જે મંદિર 46 વર્ષ પહેલાં બંધ કરી દેવામાં આવ્યું હતું તે હવે સૌની સામે આવી ગયું. આ લોકોની (વિપક્ષ) વાસ્તવિકતાને સામે લાવી દીધી. શું સંભલમાં આટલું પ્રાચીન મંદિર રાતોરાત પ્રશાસને બનાવી દીધું? શું બજરંગબલીની પ્રાચીન મૂર્તિ રાતોરાત આવી ગઈ?” 

    તેમણે આગળ કહ્યું કે, “જે દરિંદાઓએ 46 વર્ષ પહેલાં સંભલમાં નરસંહાર કર્યો હતો તેમને આજ સુધી સજા શા માટે ન મળી? નિર્દોષ લોકોનો શું વાંક હતો? પણ જે સત્ય બોલે તેમને ધમકી આપવામાં આવશે, તેમનું મોં બંધ કરાવવાનો પ્રયાસ થશે. કુંભ વિશે પણ આ જ પ્રકારનો દુષ્પ્રચાર કરવાના પ્રયાસો કરવામાં આવશે.”