તાજેતરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (University Grants Commission) એટલે કે UGC દ્વારા યુજીસી રેગ્યુલેશન્સ 2025નો (UGC Regulations 2025) ડ્રાફ્ટ રજૂ કરાયો હતો અને તેના પર હિતધારકોના ફીડબેક (Feedback) મંગાયા હતા. ગુરુવારે UGCએ નવી નોટિસ બહાર પાડીને આ ડ્રાફ્ટ પર પ્રતિસાદ આપવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધી છે.
UGC extends the last date to submit feedback on the draft UGC Regulations 2025 to February 28. pic.twitter.com/8zJbLY3QiG
— ANI (@ANI) February 6, 2025
નોંધનીય છે કે UGC નિયમનો, 2025નો ડ્રાફ્ટ 6 જાન્યુઆરી, 2025ના રોજ UGC વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં હિતધારકો પાસેથી પ્રતિસાદ માંગવામાં આવ્યો હતો, જેમાં છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી, 2025 હતી.
સંસ્થાની નોટિસ અનુસાર UGC રેગ્યુલેશન્સ 2025 ના ડ્રાફ્ટ પર પ્રતિસાદ સબમિટ કરવાની છેલ્લી તારીખ લંબાવવા માટે હિસ્સેદારો તરફથી મળેલી વિનંતીઓને ધ્યાનમાં રાખીને, UGCએ હવે છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી, 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
હિતધારકો ડ્રાફ્ટ નિયમો પર 28/02/2025 સુધીમાં [email protected] પર પોતાના પ્રતિસાદ સબમિટ કરી શકે છે.