Sunday, March 9, 2025
More

    UAEએ ‘મુસ્લિમ બ્રધરહૂડ’ સાથે સાંઠગાંઠ ધરાવતાં UKનાં આઠ સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો

    યુનાઇટેડ આરબ અમીરાતે (UAE) યુનાઇટેડ કિંગડમ સ્થિત કુલ આઠ સંગઠનોને પ્રતિબંધિત કરી દીધાં છે. આ તમામ વિરુદ્ધ ઇસ્લામિક આતંકવાદી સંગઠન ‘મુસ્લિમ બ્રધરહૂડ’ સાથે સાંઠગાંઠના આરોપસર કાર્યવાહી કરવામાં આવી છે. 

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ આ સંગઠનો સાથે કામ કરતું જણાશે તો ટ્રાવેલ બૅન જેવી કાર્યવાહીનો સામનો કરવો પડશે અને ખાતાં પણ સીલ થશે. આ આઠ એકમો સિવાય 11 વ્યક્તિઓને પણ આતંકવાદના સમર્થન બદલ પ્રતિબંધિત કરવામાં આવી છે, જેમાંથી મોટાભાગના અમીરાતી નાગરિકો છે. 

    આ નિર્ણય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરર ફાઇનાન્સિંગ પર લગામ લગાવવા માટે લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

    મુસ્લિમ બ્રધરહૂડ વિશે વાત કરવામાં આવે તો એ વર્ષ 1928માં ઇજિપ્તમાં સ્થપાયેલું એક ઇસ્લામી આતંકવાદી સંગઠન છે. શરિયાને લાગુ કરવા માટે કામ કરતું આ સંગઠન અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં લિપ્ત રહ્યું છે. મુસ્લિમ બહુલ દેશોમાંથી પણ ઘણામાં તેની ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.