Tuesday, April 22, 2025
More

    કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર સહિત બે પૂર્વ MLAને નોટિસ, ગાંધીનગરનું સરકારી આવાસ ખાલી કરવા આદેશ

    બે પૂર્વ ધારાસભ્યોને ગાંધીનગર સ્થિત સરકારી આવાસ (Government allocated Residence) ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. જેમાંથી એક કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor) પણ સામેલ છે. 

    ગેનીબેન ઠાકોર અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને નોટિસ આપીને સરકારી આવાસ ખાલી કરી દેવામાં માટે જણાવવામાં આવ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે સરકાર ધારાસભ્યોને ગાંધીનગરમાં એક સરકારી આવાસ ફાળવે છે. પરંતુ MLA ન હોય ત્યારે છ મહિનાની અંદર તેમણે તે ખાલી કરી દેવું પડે છે. ભૂતકાળમાં પણ ધારાસભ્ય ન હોવા છતાં નેતાઓ આવાસ ખાલી ન કરતા હોય તેવા ઘણા કિસ્સા સામે આવ્યા છે.

    બેનીબેન ઠાકોર 2022ની વિધાનસભા ચૂંટણીમાં વાવથી ધારાસભ્ય બન્યાં હતાં. જેથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું, જ્યાં હાલ પેટાચૂંટણી યોજાશે. ગેનીબેનનું જે આવાસ છે તે હવે પેટલાદના ધારાસભ્યને ફાળવવામાં આવ્યું છે. 

    ભૂપત ભાયાણીએ AAPમાંથી ભાજપમાં જોડાયા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હતું. બેઠકની ચૂંટણીને લઈને કોર્ટમાં અરજી થઈ હોવાથી અહીં પેટાચૂંટણી યોજાઈ નથી.