પાડોશી આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાને સતત ત્રીજી રાત્રે ભારતીય સરહદ પર અવળચંડાઈ કરીને મોટાં શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમે તમામ પ્રયત્નો નિષ્ફળ બનાવી દીધા હતા. બીજી તરફ પાકિસ્તાનનાં બે ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
#BREAKING: India has brought down 2 Pakistani Fighter Jets during an insane dogfight in the Kashmir valley around Srinagar-Budgam-Baramulla. Search parties from J&K Police, Indian Army and CRPF are trying to locate the pilots for early delivery of tea. 😎
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 10, 2025
ડિફેન્સ કવર કરતા પત્રકારોએ આધારભૂત સૂત્રોને ટાંકીને આ જાણકારી આપી છે. બંને જેટ શ્રીનગર, બડગામ, બારામૂલા વિસ્તારમાં તોડી પાડવામાં આવ્યાં છે.
આશંકા છે કે બંને જેટમાંથી પાયલોટ સીટ ઇજેક્ટ કરીને નીકળી ગયા હશે, જેથી આ બંનેની પણ શોધખોળ ચાલી રહી છે. હાલ જમ્મુ-કાશ્મીર પોલીસ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી રહી હોવાનું જાણવા મળ્યું છે.