Tuesday, June 17, 2025
More

    રામગોપાલ મિશ્રા હત્યાકાંડના આરોપીઓનું એનકાઉન્ટર: નેપાળ ભાગવાની ફિરાકમાં હતા સરફરાઝ અને તાલિબ, UP પોલીસે પકડ્યા

    ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા પૂજા વિસર્જન યાત્રા દરમિયાન હિંદુ યુવાન રામગોપાલ મિશ્રાની હત્યા કરનાર બે આરોપીઓનું એનકાઉન્ટર કરવામાં આવ્યું છે.

    આરોપીઓની ઓળખ સરફરાઝ અને તાલિબ તરીકે થઈ છે. બંને નેપાળ ભાગવાની ફિરાકમાં હતા, પરંતુ તે પહેલાં જ પોલીસે પકડી પાડ્યા હતા. બંનેને ગોળી વાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

    મીડિયા રિપોર્ટ્સમાં એક આરોપી માર્યો ગયો હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે, જોકે હજુ સુધી આ બાબતની પુષ્ટિ થઈ શકી નથી.

    હાલ વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં બહરાઈચમાં દુર્ગા વિસર્જન દરમિયાન રામગોપાલ મિશ્રા નામના યુવાનની ઇસ્લામી કટ્ટરપંથીઓએ હત્યા કરી નાખી હતી. તેને ગોળી મારવામાં આવી હતી. આ મામલે પોલીસે અમુક મુસ્લિમ શખ્સો સામે નામજોગ અને બાકીના અજ્ઞાત શખ્સો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે એકનું એનકાઉન્ટર કરવામાં આવ્યું છે.