Tuesday, February 4, 2025
More

    ‘આયુષ્માન ભારત જેવી યોજનાઓ બદલ ભારત સરકાર અને પ્રધાનમંત્રી મોદીનો આભાર’: કેન્સર સામે જીતી ચૂકેલ અભિનેત્રી હીના ખાન

    વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) નિમિત્તે કેન્સર પીડિત લોકોના અભિપ્રાયો સામે આવી રહ્યા છે. આ જ ક્રમમાં કેન્સર સામે જીતી ચૂકેલી ટેલીવિઝન અભિનેત્રી હીના ખાને (Hina Khan) ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેના અનુભવો શેર કર્યા હતા.

    દરમિયાન તેણે કહ્યું હતું કે, “જ્યારે મને કેન્સર હોવાનું નિદાન થયું, ત્યારે મારી સારવાર 2-3 દિવસમાં શરૂ થઈ ગઈ. મને ખબર છે કે સમય ન બગડે તે જોવું એ કેટલું મહત્વપૂર્ણ છે. હું આયુષ્માન ભારત (Ayushman Bharat) જેવી પહેલ બદલ સરકારનો આભાર વ્યક્ત કરવા માંગું છું.

    તેણે આગળ કહ્યું હતું કે, “મેં ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને અન્ય ઘણી હોસ્પિટલોમાં આ યોજનાનો લાભ મળતો જોયો છે. લોકોને હવે સમયસર સારવાર મેળવવાની તક મળી છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પહેલ માટે હું ભારત સરકાર અને આપણા માનનીય પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરું છું.”