Tuesday, May 13, 2025
More

    ‘રશિયા સાથે શાંતિ વાટાઘાટો બગડવા માટે ઝેલેન્સકી જવાબદાર’: ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિમિયા અંગેના નિવેદન બદલ યુક્રેનના રાષ્ટ્રપતિને લગાવી ફટકાર

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની (Volodymyr Zelenskyy) ક્રિમિયા અંગેની નીતિની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે ઝેલેન્સ્કીનું ક્રિમિયાને (Crimea) રશિયા પાસેથી પાછું લેવાનું વલણ ‘અવાસ્તવિક’ છે અને તે યુદ્ધને લંબાવી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુનાઇટેડ કિંગડમે યુક્રેન મુદ્દે ઉચ્ચ સ્તરીય વાટાઘાટનું આયોજન કર્યું હતું.

    લંડનમાં યોજાયેલી આ બેઠકમાં યુરોપિયન નેતાઓ અને યુક્રેનના પ્રતિનિધિઓએ રશિયા-યુક્રેન સંઘર્ષના નવીનતમ ઘટનાક્રમ અને યુક્રેનને સૈન્ય તેમજ આર્થિક સહાય પર ચર્ચા કરી. યુકેએ યુક્રેનને વધુ સહાયની પ્રતિબદ્ધતા દર્શાવી, જેમાં નાણાકીય સહાય અને શસ્ત્રોનો સમાવેશ થાય છે.

    ટ્રમ્પે તેમના નિવેદનમાં એમ પણ કહ્યું કે ઝેલેન્સ્કીની નીતિઓને કારણે વૈશ્વિક સ્તરે અસ્થિરતા વધી શકે છે. તેમણે શાંતિ વાર્તા પર ભાર આપવાની હિમાયત કરી. જોકે, ઝેલેન્સ્કીએ હજુ સુધી ટ્રમ્પની આ ટીકાનો જવાબ આપ્યો નથી.

    ડોનાલ્ડ ટ્ર્મ્પે કહ્યું હતું કે, “ઝેલેન્સકીનું આ નિવેદન રશિયા સાથેની શાંતિ વાટાઘાટો માટે અત્યંત નુકસાનકારક છે. વર્ષો પહેલાં બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન યુક્રેને ક્રિમિયા ખોઈ દીધું હતું અને હવે તે કોઈ મુદ્દો નથી.”

    નોંધનીય છે કે રશિયાએ 2014માં યુક્રેનથી ક્રિમિયાને પોતાનામાં ભેળવી દીધું. જોકે, આ કબજાને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવામાં આવી ન હતી. આ અંગે, ઝેલેન્સકીએ એક અમેરિકન અખબારને કહ્યું હતું કે યુક્રેન ક્રિમિયા પર રશિયન કબજાને માન્યતા આપશે નહીં.