Sunday, March 23, 2025
More

    ટ્રમ્પ સાથેની તકરાર આખરે ઝેલેન્સ્કી પર પડી ભારે: અમેરિકાએ યુક્રેનને અપાતી તમામ લશ્કરી સહાય કરી દીધી બંધ

    વાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથે માથાકૂટ કર્યાના ત્રણ દિવસ બાદ અમેરિકાએ યુક્રેનને આપવામાં આવતી તમામ લશ્કરી સહાય બંધ (pauses aid to Ukraine) કરવાની જાહેરાત કરી દીધી છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, આઆ આદેશ તાત્કાલિક અમલમાં લાવવાનો રહેશે. જે મુજાબ, અમેરિકા તરફથી યુક્રેનને જે સહાય હજુ સુધી પહોંચી નથી તે પણ બંધ કરી દેવામાં આવી છે.

    વાઈટ હાઉસના એક અધિકારી અનુસાર, જ્યાં સુધી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખાતરી નહીં થાય કે, ઝેલેન્સ્કી (Zelenskyy) ખરેખર શાંતિ ઈચ્છે છે, ત્યાં સુધી યુક્રેનને રોકેલી સહાય પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં. યુક્રેનને લશ્કરી સહાય સ્થગિત કરવા અંગે US સંરક્ષણ વિભાગ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હજુ સુધી કોઈ આધિકારિક ટિપ્પણી નથી કરી.

    ઝેલેન્સ્કીને અપાતી લશ્કરી સહાય બંધ કરી તેના કલાકો પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે, “જ્યાં સુધી ઝેલેન્સ્કીને અમેરિકાનું સમર્થન છે, ત્યાં સુધી તેઓ શાંતિ નહીં ઈચ્છે. આ ઝેલેન્સ્કી દ્વારા આપવામાં આવેલું સૌથી ખરાબ નિવેદન છે. અમેરિકા આ ક્યારેય સહન નહીં કરે.”

    નોંધવા જેવું છે કે, તાજેતરમાં જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અમરીકા યાત્રા પર ગયા હતા. જ્યાં વાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથે તેમની ચર્ચા થવાની હતી, પરંતુ તેમણે બંને નેતાઓ સાથે ઉગ્ર તકરાર કરી હતી, જે બાદ ટ્રમ્પે ઝેલેન્સ્કીને ફટકાર લગાવી હતી અને વર્લ્ડ મીડિયા સામે જ તેમને ઠપકો આપી દીધો હતો. આ ઘટના બાદ હવે અમેરિકાએ યુક્રેનને સહાય આપવાનું બંધ કરી દીધું છે.