Tuesday, March 18, 2025
More

    ટ્રમ્પ સરકારમાં વધુ એક ભારતવંશીની એન્ટ્રી: હરમીત ધિલ્લોનને નાગરિક અધિકારો માટે આસિસ્ટન્ટ એટર્ની જનરલ તરીકે કરાયા નિયુક્ત

    ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) 20 જાન્યુઆરીએ અમેરિકાના (USA) નવા રાષ્ટ્રપતિ (President) તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ પહેલાં તેઓ પોતાની ટીમ (Team) બનાવવામાં વ્યસ્ત છે. તેમણે પોતાની ટીમના ઘણા નવા ચહેરાઓના પ્રાથમિકતા આપી છે. ખાસ કરીને ભારતવંશી (Indian origin) લોકોને તેમણે પોતાની કેબિનેટમાં મોટી જવાબદારી પણ સોંપી છે. તેમાં કશ્યપ પટેલ, વિવેક રામાસ્વામીથી લઈને અનેક નામો સામેલ છે.

    હવે ટ્રમ્પની ટીમમાં વધુ એક ભારતવંશીનું નામ સામેલ થયું છે. તેમણે ભારતીય-અમેરિકી વકીલ હરમીત ધિલ્લોનને (Harmeet Dhillon) મોટી જવાબદારી સોંપી છે. ચંડીગઢના હરમીતને ટ્રમ્પ સરકારમાં ન્યાય વિભાગમાં નાગરિક અધિકાર માટે સહાયક એટર્ની જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટ્રમ્પે આ માહિતી પોતાના આધિકારિક X હેન્ડલ પરથી આપી હતી.

    ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે, “મને અમેરિકી ન્યાય વિભાગમાં નાગરિક અધિકારો માટે આસિસ્ટન્ટ એટર્ની જનરલ તરોકે હરમીત કે ધિલ્લોનને નામાંકિત કરતા ખૂબ ખુશી થઈ રહી છે.”