Thursday, March 20, 2025
More

    USAID પર ટ્રમ્પની કડક કાર્યવાહી અવિરત ચાલુ: DOGE કર્મચારીઓને પ્રવેશ ન આપનારા અધિકારીઓને રજા પર ઉતારી દેવાયા

    ટ્રમ્પ વહીવટીતંત્ર (Trump administration) દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) પર કડક કાર્યવાહી ચાલુ છે, જેણે શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટે 3 મહિનાના ભંડોળ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો. સીએનએનએ અહેવાલ આપ્યો છે કે એલોન મસ્કના નેતૃત્વ હેઠળ કામ કરતા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના (DOGE) કર્મચારીઓએ USAID ઓફિસમાં સિસ્ટમ ઍક્સેસ કરવાનો પ્રયાસ કર્યો હતો.

    CNNના અહેવાલ મુજબ, DOGE અધિકારીઓને પ્રવેશ મેળવવાથી રોકવાનો પ્રયાસ કરનારા USAID સુરક્ષા કર્મચારીઓને વહીવટી રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. DOGE અધિકારીઓએ કર્મચારીઓને ચેતવણી આપી હતી કે જો કર્મચારીઓ તેમને પ્રવેશ નહીં આપે તો તેમણે કાયદા અમલીકરણ અધિકારીઓને બોલાવવા પડશે. આખરે DOGE કર્મચારીઓને અંદર જવા દેવામાં આવ્યા.

    કેટલાક ડેમોક્રેટ્સે દાવો કર્યો છે કે DOGE અધિકારીઓ પાસે USAID સિસ્ટમ્સને ઍક્સેસ કરવા માટે જરૂરી સુરક્ષા મંજૂરીઓ નહોતી. જોકે, DOGE સભ્ય સેનેટર કેટી મિલરે X પર પોસ્ટ કર્યું છે કે DOGE અધિકારીઓ પાસે જરૂરી સુરક્ષા મંજૂરીઓ હતી અને કોઈ અયોગ્ય પ્રવેશ લેવામાં આવ્યો ન હતો.

    બીજી તરફ, Elon Muskએ USAID પર આકરા પ્રહારો કર્યા છે, વારંવાર કહ્યું છે કે આ સંસ્થા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગમાં ડૂબેલી છે અને તેણે બાયોવેપન્સ સંશોધન સહિત શંકાસ્પદ પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડ્યું છે, જેના કારણે “કોવિડ” ફેલાયો છે. તેમણે એમ પણ પોસ્ટ કર્યું કે USAIDના પાટિયા પાડવાનો સમય આવી ગયો છે.