યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) બુધવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર (executive order) પર હસ્તાક્ષર કર્યા છે જેમાં ટ્રાન્સજેન્ડર એથ્લેટ્સને (transgender athletes) મહિલા રમતોમાં ભાગ લેવા પર પ્રતિબંધ (ban) મૂકવાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે પોતાના પદ પર પાછા ફર્યા પછી ટ્રાન્સજેન્ડર લોકોને ટાર્ગેટ કરતું આ તેમનું નવીનતમ પગલું છે.
Another day, another executive order by US President #DonaldTrump
— Mirror Now (@MirrorNow) February 6, 2025
– Order bans transgender athletes
– Ban on trans athletes in women's sport
– Trump: Order ends war on women's sports
Times Network's @srinjoyc1 shares details | @nivedhanaprabhu pic.twitter.com/5njGU1JANm
“આ એક્ઝિક્યુટિવ ઓર્ડર સાથે મહિલા રમતો પરનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે,” ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ડઝનબંધ બાળકો અને મહિલા ખેલાડીઓથી ઘેરાયેલા આદેશ પર હસ્તાક્ષર કરતા પહેલા કહ્યું હતું. યુએસ હાઉસ સ્પીકર માઇક જોહ્ન્સન અને ફાયરબ્રાન્ડ કોંગ્રેસવુમન માર્જોરી ગ્રીન સહિત ટોચના રિપબ્લિકન પણ આ હસ્તાક્ષર સમારોહ દરમિયાન ત્યાં હાજર હતા.
“અમે મહિલા ખેલાડીઓની ગૌરવપૂર્ણ પરંપરાનું રક્ષણ કરીશું, અને અમે પુરુષોને અમારી મહિલાઓ અને છોકરીઓને મારવા, ઘાયલ કરવા અને છેતરવા નહીં દઈએ. હવેથી, મહિલા રમતો ફક્ત મહિલાઓ માટે જ રહેશે,” ટ્રમ્પે તાળીઓના ગડગડાટ સાથે કહ્યું.
આ આદેશ સરકારી એજન્સીઓને એવી શાળાઓને ફેડરલ ભંડોળ નકારવાનો અધિકાર આપે છે જે ટ્રાન્સજેન્ડર રમતવીરોને મહિલા ટીમોમાં ભાગ લેવાની મંજૂરી આપે છે. નોંધનીય છે કે ઘણા વર્ષોથી આ વિશે માંગ સાથે પ્રદર્શનો પણ થતા આવ્યા છે.