Saturday, March 22, 2025
More

    અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે NASAનું નેતૃત્વ કરવા માટે અવકાશયાત્રી જેરેડ આઇઝેકમેનની કરી નિમણૂક

    અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) NASAના નવા વડા તરીકે અબજોપતિ ખાનગી અવકાશયાત્રી જેરેડ ઈસાકમેનની (Jared Isaacman) નિમણૂક કરી છે. તેઓ ઈલોન મસ્કના (Elon Musk) નજીકના સહયોગી ગણવામાં આવે છે.

    Isaacman એ Shift4ના સ્થાપક અને CEO છે, જે વૈશ્વિક નાણાકીય ટેક્નોલોજી કંપની છે. તે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને તેના સહયોગીઓને ટેકો આપતી ડિફેન્સ એરોસ્પેસ કંપની ડ્રેકન ઇન્ટરનેશનલની અંતર્ગત જ આવે છે.

    ડોનાલ્ડ ટ્રમ્પે X પર લખ્યું, “મને નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેટરના (NASA) એડમિનિસ્ટ્રેટર તરીકે જેરેડ ઈસાકમેન, એક કુશળ બિઝનેસ લીડર, પરોપકારી, પાઈલટ અને અવકાશયાત્રીને નોમિનેટ કરવામાં આનંદ થાય છે.”