Thursday, March 6, 2025
More

    ‘તેરે સે નહીં હોતા તો અપની બહેન સે મેરા બચ્ચા કરવા…’: બીવીએ શોહરની માંગ પૂરી ના કરતા આપી દીધા ‘ટ્રિપલ તલાક’, સહરાનપુરની ઘટના

    સહારનપુરમાં (Saharanpur) ટ્રિપલ તલાકનો (Triple Talaq) ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જે અંતર્ગત એક શોહર તેની બીવીની નાની બહેન એટલે કે તેની સાળી સાથે શારીરિક સંબંધ બનાવીને સંતાન મેળવવા ઈચ્છતો હતો. જ્યારે બીવીએ આમ કરવાની ના પાડી ત્યારે તેણે બીવીને ટ્રિપલ તલાક આપી દીધા હતા. આ અંગે પીડિતાએ તેના શોહર સહિત 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    આ મામલે પીડિતાના અબ્બાએ જણાવ્યું હતું કે, લગભગ પાંચ વર્ષ પહેલા તેમણે તેમની પુત્રીના લગ્ન ગાગલહેડી પોલીસ સ્ટેશન વિસ્તારના ભાભરેકી ગામમાં કરાવ્યા હતા. શરૂઆતમાં બધું સારું ચાલ્યું પણ થોડા દિવસ બાદ તેમની દીકરી સાથે તેનો શોહર મારપીટ કરવા લાગ્યો તથા તેને સંતાન ન હોવાના કારણે સાસરિયા પણ હેરાન કરવા લાગ્યા. આ દરમિયાન તેનો શોહર તેના પણ દબાણ ઉભું કરી રહ્યો હતો કે, તે તેની નાની બહેનને (શોહરની સાળી) તેના ઘરે રહેવા બોલાવે જેથી તેની સાથે શારીરિક સંબંધ બાંધીને તે બાળક મેળવી શકે.

    જ્યારે તેની બીવીએ તેની બહેનને બોલાવવાનો ઇનકાર કર્યો ત્યારે શોહરે ટ્રિપલ તલાક આપીને ઘરમાંથી કાઢી મૂકી. જ્યારે પીડિતાના અબ્બા તેને સમજાવવા સાસરીમાં પહોંચ્યા ત્યારે તેમની સામે પણ બીવીને ફરીથી ટ્રિપલ તલાક આપી દીધા.  

    આ મામલે પોલીસે FIR નોંધીને આગમી કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે દેવબંધના સીઓ રવિકાંત પરાશરે જણાવ્યું હતું કે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.