Wednesday, June 25, 2025
More

    પુલવામામાં સૈન્ય કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ મરાયા ઠાર: એન્કાઉન્ટર હજુ પણ ચાલુ, 2 દિવસ પહેલા પણ સેનાએ 3ને પહોંચાડ્યા હતા જહન્નમ

    જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના (Tral encounter, Pulwama) નાદેર ગામમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને (Jaish-e-Mohammad terrorists) ઠાર કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, જૈશના ત્રણ આતંકવાદીઓની ઓળખ આસિફ અહેમદ શેખ, અમીર નઝીર વાની અને યાવર અહેમદ ભટ તરીકે થઈ છે. તે બધા પુલવામા જિલ્લાના સ્થાનિક હતા અને આતંકી પ્રવૃત્તિઓમાં જોતરાયેલા હતા.

    નોંધનીય છે કે 2 દિવસ પહેલા જ શોપિયાં જિલ્લાના કેલરમાં સુરક્ષા દળોએ લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમાંથી બેની ઓળખ શાહિદ કુટ્ટે અને અદનાન શફી તરીકે થઈ છે, બંને શોપિયાંના સ્થાનિક હતા. કુટ્ટે 2023માં એક રિસોર્ટમાં બે જર્મન પ્રવાસીઓ અને તેમના ડ્રાઇવરને ઘાયલ કરવા બદલ વોન્ટેડ હતો. મે 2024માં શોપિયાંના હીરપોરામાં ભાજપના સરપંચની હત્યા પાછળ પણ તેનો હાથ હતો. શફી 2024માં શોપિયાના વાચીમાં એક બિન-સ્થાનિક મજૂરની હત્યા કરવા બદલ વોન્ટેડ હતો.

    તો આમ જોવા જઈએ તો છેલ્લા 3 દિવસમાં સેનાને જમ્મુ કાશ્મીરમાંથી આતંકીઓનો સફાયો કરવાના ઓપરેશનમાં એક પછી એક મોટી સફળતા મળી રહી છે. નોંધનીય છે કે આ એન્કાઉન્ટર હજુ ચાલુ જ છે એટલે આતંકીઓના મૃત્યુનો આંકડો હજુ પણ વધી શકે છે.