Monday, July 14, 2025
More

    હઝરત નિઝામુદ્દીનથી ગાઝિયાબાદ જતી ટ્રેનનો કોચ શિવાજી બ્રિજ પાટા પરથી ઉતર્યો: કોઈ જાનહાનિ નહીં

    દેશમાં અમદાવાદ પ્લેન ક્રેશની (Ahmedabad Plane Crash) એક ભયાવહ દૂર્ઘટના સર્જાઈ છે. હજી તો એના ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આ દરમિયાન જ અન્ય એક અહેવાલ સામે આવ્યા છે. જેમાં કહેવાઈ રહ્યું છે ઉત્તર રેલવે વિસ્તારમાં એક ટ્રેનનો (Train Derailed) કોચ પાટા પરથી ઉતરી ગયો છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે માનહાનિ સર્જાઈ નથી.

    ANIના અહેવાલ અનુસાર 04:10 વાગ્યે, ડાઉન મેઈન લાઈન પર શિવાજી બ્રિજ પાસે હઝરત નિઝામુદ્દીનથી ગાઝિયાબાદ જતી ટ્રેનનો કોચ નંબર 64419 (NZM-GZB EMU) પાટા પરથી ઉતરી ગયો હતો. હાલમાં ત્યાં સમારકામનું કાર્ય ચાલી રહ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

    બીજી તરફ અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સેનાના દળોએ બચાવકામગીરીનો મોરચો સંભાળી લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્તો અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી છે.

    આ સિવાય સિવિલ એવિએશન મંત્રીની અધ્યક્ષતામાં બેઠક પણ યોજાઈ ચૂકી છે. અહેવાલ મુજબ ગૃહમંત્રી અમિત શાહ પણ ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદ આવવા રવાના થઈ ચૂક્યા છે.