Wednesday, June 25, 2025
More

    અઝરબૈજાનની ખેલાડી અંધત્વનો ઢોંગ કરીને બની જુડો ચેમ્પિયન: અંધ પ્રતિસ્પર્ધીઓ સામે લડીને જીત્યો હતો ગોલ્ડ મેડલ, લાગ્યો આજીવન પ્રતિબંધ

    ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં (Tokyo 2020 Paralympic Games) અઝરબૈજાની (Azerbaijan) જુડોકા શહાના હાજીયેવાએ (judoka Shahana Hajiyeva) ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે દૃષ્ટિહીન લોકો માટે J2 કેટેગરીમાં ચેમ્પિયન બની હતી. જોકે, તે સમયે તે ખરેખર સંપૂર્ણ દૃષ્ટિહીન નહોતી.

    સ્પુટનિક અઝરબૈજાન રેડિયોએ 13 મેના રોજ અહેવાલ આપ્યો હતો કે જુડોકાને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે, અને હવે તેના પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાજીયેવાએ J2 શ્રેણીમાં (52 કિગ્રા સુધી) આંશિક દ્રષ્ટિની ક્ષતિ સાથે ફરજિયાત તબીબી પરીક્ષા પાસ કરી ન હતી. તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું કે રમતવીરને કોઈ આંખ સંબંધી કોઈ બીમારી છે જે નહીં.

    અઝરબૈજાન પેરાલિમ્પિક સમિતિ, ખરેખર અંધ હોય તેવા ખેલાડીઓ સામે લડીને જીતી હતી તે જુડોકાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેણે કહ્યું કે અગાઉ ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં, પેરા જુડો સ્પર્ધાઓ B1, B2 અને B3 શ્રેણીઓમાં યોજાઈ હતી. જોકે, 2024માં પેરિસ પેરાલિમ્પિક્સ પહેલા, નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને તે શ્રેણીઓને J1 અને J2માં મર્જ કરવામાં આવી હતી. સુધારાના પરિણામે, J2માં ભાગ લેવા માટે સ્વીકાર્ય શ્રેણીઓમાંથી ઘણા નિદાનને બાકાત રાખવામાં આવ્યા હતા, અને કેટલાક એથ્લેટ્સ જે અગાઉ આ શ્રેણીમાં હતા તેઓએ પ્રદર્શન કરવાનો અધિકાર ગુમાવ્યો હતો.

    જોકે, હાજીયેવા એકમાત્ર એવી ખેલાડી છે જેના પર આજીવન પ્રતિબંધ લાગ્યો છે, તેથી અઝરબૈજાનની આ ચોખવટ હાલ કોઈના ગળે ઉતરી નથી રહી.