દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને એક્સિસ માય ઇન્ડિયા બાદ હવે અન્ય એક જાણીતી એજન્સી ટુડેઝ ચાણક્યનો એક્ઝિટ પોલ જાહેર થયો છે. આ પોલ અનુસાર પણ દિલ્હીમાં ભાજપની બહુમતી નિશ્ચિત છે. આમ આદમી પાર્ટી જ્યારે બહુમતથી ઘણી પાછળ જોવા મળી રહી છે. કોંગ્રેસની સ્થિતિ એ જ છે જે બાકીના પોલ્સમાં જોવા મળી રહી છે.
ટુડેઝ ચાણક્ય અનુસાર, દિલ્હીમાં ભાજપને 51 (±6) બેઠકો મળી શકે. જ્યારે આમ આદમી પાર્ટી 19 (±6) બેઠકો પર સમેટાઈ શકે. અન્યને શૂન્યથી ત્રણ બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
#TCAnalysis#DelhiElection2025
— Today's Chanakya (@TodaysChanakya) February 6, 2025
Delhi 2025
Seat Projection
AAP 19 ± 6 Seats
BJP+ 51 ± 6 Seats
Others 0 ± 3 Seats#TodaysChanakyaAnalysis
વૉટશેરની વાત કરવામાં આવે તો ભાજપનો વૉટશેર 49% (±3%) અને આમ આદમી પાર્ટીનો વૉટશેર 41% (±3) રહી શકે. કોંગ્રેસનો ઉલ્લેખ કરવાનું પણ તેમણે જરૂરી માન્યું નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 5 ફેબ્રુઆરીએ જાહેર થયેલા વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ્સ અને થોડા કલાકો પહેલાં સામે આવેલા એક્સિસ માય ઇન્ડિયાના પોલમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
AMI અનુસાર, ભાજપ દિલ્હીમાં 45થી 55 બેઠકો મેળવી શકે તેમ છે. જ્યારે AAPને 15થી 25 સીટ મળી શકે.
અન્ય પોલ્સની સરેરાશ કાઢીએ તો ભાજપને 42 બેઠકો મળવાની સંભાવના છે. AAP 25 બેઠકો આસપાસ રહી શકે. 70 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 36 બેઠકો જરૂરી છે.